મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ જી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-  

"कहु अछिहेतु करी सुण सुज्ञ जने,

कलीरे कलंकी रूप हेबे भगवान,

कपटरे करूछन्ति लीला ए सँसारे कपटरे।"

“કહુ અછીહેતુ કરી સુણ સુજ્ઞ જને, કલીરે કલંકી રૂપ હેબે ભગવાન, કપટરે કરુછન્તિ લીલા એ સંસારે કપટરે.”

અર્થાત - મહાપુરુષે માલિકા ની રચના કોઈ સાધારણ મનુષ્ય માટે નથી કરી પરંતુ જે ભક્ત છે, જે પવિત્ર છે અને જેમના માં સદબુદ્ધિ છે એ જ પવિત્ર ભક્તોના પૂર્વ જન્મ ના સંસ્કારો નું સ્મરણ કરાવવા માટે છે. કળિયુગના અંત સમય માં ભગવાન કલ્કિના જન્મ વિષયે ભક્તો ને અવગત કરાવવા માટે ભવિષ્ય માલિકા ની રચના કરવામાં આવી છે. 

મહાપુરુષ એક વાર ફરી થી કહે છે… 

ભગવાન કલ્કિ તો અવશ્ય અવતાર લેશે પરંતુ અવતરણ બાદ એમની લીલાઓ ગુપ્ત રહેશે. આ જ કારણે બધા ભક્તો ને પ્રભુ ના દર્શન પ્રાપ્ત નહિ થઇ શકે.  સંપૂર્ણ બ્રહ્માંડ ની બધી આત્માઓ માટે કલ્કિ ભગવાન ના પવિત્ર દર્શન સંભવ નહિ થાય. 

"गुप्त अंगे खेलुच्छन्ति गुरुअंग धरि, गुरुअंग धरि सेत संसाहर को आसी, गुप्तरास जे गोपी संगे खेली ना प्रकाश गुप्तरासोजे।"

“ગુપ્ત અંગે ખેલુછન્તિ ગુરુઅંગ ધરિ, ગુરુઅંગ ધરિ સેત સંસાહર કો આસી, ગુપ્તરાસ જે ગોપી સંગે ખેલી ના પ્રકાશ ગુપ્તરાસોજે.” 

અર્થાત-

ભગવાન કલ્કિ પોતાના ગુરુ અંશ ભગવાન પરશુરામ (ભગવાન શ્રીહરિ વિષ્ણુ ના અવતાર ભગવાન પરશુરામ કલ્કિદેવ ના ગુરુ હશે) તથા વેદવ્યાસ ની કલા થી તથા સ્વયં ભગવાન શ્રી હરી વિષ્ણુ ની કલા થી ધરાવતરણ કરશે તથા બધા ભક્તો ના ઉદ્ધાર માટે ધર્મ સંસ્થાપના પ્રારંભ કરશે.  

જેમની ભક્તિ દ્રઢ હશે, જેમને પૂર્ણ વિશ્વાસ હશે, એ જ ભક્તો માટે પ્રભુ ના દર્શન સુલભ હશે. જેમના મન માં દ્વંદ હશે, જેમના મન માં પ્રશ્ન હશે, જેમના વિશ્વાસ માં કમી હશે, જે પ્રભુ ની પરીક્ષા લેવાનું વિચારશે, જે કોઈ ચમત્કાર ની રાહ માં હશે એમના માટે પ્રભુ ના દર્શન સંભવ નહિ થાય.  

મહાપુરુષ ફરી એકવાર આ પ્રમાણે લખે છે ….  

"खिराधिनाथ कलंकी रूपहेले जेलू, खितिरे कलंकी लीला प्रकासुछि तेणू भ्रमे सुनेहे।"

“ખિરાધિનાથ કલંકી રૂપહેલે જેલૂ, ખિતિરે કલંકી લીલા પ્રકાસુછિ તેણૂ ભ્રમે સુનેહે.” અર્થાત-

ભગવાન કલ્કિ ૬૪ કલાઓ સાથે માનવ શરીર માં ધરાવતરણ કરશે. પ્રભુ વૈકુંઠ તથા ક્ષીર સાગર છોડીને તથા ભગવાન અનંત (શેષજી) ને પોતાના શરીર માં ધારણ કરીને ધરાવતરણ કરશે. અર્થાત સમસ્ત ભક્તજન આ યુગ માં કલ્કિ ના રૂપ માં જગતપતિ ભગવાન મહાવિષ્ણુ ના દર્શન પ્રાપ્ત કરશે.  

 

“જય જગન્નાથ”