મહાપુરુષ અચ્યુતાનંદ દાસ દ્વારા માલિકામાં લખાયેલા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો -  

જ્યારે પાર્થ અર્જુન જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણને જાજનગ્ર વિશે પ્રશ્ન કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમના પ્રશ્નનો ના આ રીતે જવાબ આપે છે…

“पार्थ बाणी सुणि प्रभु चक्रपाणि बोलन्ति सुणो है 

बिर जाजनग्र कथा कहिबा गोगले नसरी हेबो पार।“

પાર્થ બાણી સુણી પ્રભુ ચક્રપાણી બોલંતી સુણો હે 

બિર જાજનગ્ર કથા કહીબા ગોગલે નસરી હેબો પાર

અર્થ  

જુઓ પાર્થ, જાજનગ્ર વિશે જેટલું પણ કહીયે તે ઓછું છે, જાજનગ્ર નો મહિમા વર્ણવવો શક્ય નથી, હા, આ વાત ચોક્કસ જાણો, જ્યારે હું કળિયુગ ના અંતમાં કલ્કિના રૂપમાં અવતરીશ, ત્યારે તે પવિત્ર ભૂમિ પર, મારા નેતૃત્વમાં સુધર્મા સભા યોજાશે.

દ્વાપરયુગમાં જ્યારે ધર્મની સ્થાપનાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ભગવાન કૃષ્ણે પાંડવોને બિરજા ક્ષેત્રમાં આ રીતે જવાનો આદેશ આપ્યો...

श्रीमदबैतरणी तटे, कचिल्यता पार्वती। 

શ્રીમદબૈતરણી તટે, કચીલ્યતા પાર્વતી.

અર્થ  

ભગવાન કૃષ્ણએ કહ્યું કે બૈતરણી (જૂની ગંગા)ના કિનારે જ્યાં મા બેદા, વિપ્રા, વરાહા, બિરજા, બૈતરણી બિરાજમાન છે, તમે બધા પાંડવો, તે પવિત્ર સ્થાનની યાત્રા કરી ને આવો.

આના પર મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી માલિકામાં આ રીતે લખે છે...

भारतर पुण्य पीठ  ओड़राष्ट्रभुंइ तामध्यरे  प्रभु ऐतेकथा जेबे हुईं।

ભારતર પુણ્ય પીઠ

ઓડરાષ્ટ્રભુંઇ તામધ્યરે

પ્રભુ એતેકથા જેબે હુઈ

અર્થ  

ભારતની તમામ પીઠો માં એક પવિત્ર પીઠ છે, પવિત્ર તીર્થસ્થાન છે, પુણ્યભૂમિ છે, તે જગ્યાએ, કળિયુગના અંતમાં અને સત્યયુગની શરૂઆતમાં, ઘણા રહસ્યો ખુલશે, ઘણી દિવ્ય બાબતો બધાની સામે પ્રકાશમાં આવશે.

મહાપુરુષ ફરીથી આ રીતે લખે છે...

जाजनग्र बोलीजिबे बैतरणी तीरे,  ब्रह्मा शुभस्तंभ स्थापिथिले पूर्बरे।

જાજનગ્ર બોલીજીબે બૈતરણી તીરે,

બ્રહ્મા શુભસ્તંભ સ્થાપિથિલે પૂર્બરે.

અર્થ  

જાજનગ્રમાં જ્યાં બૈતરણી સ્થિત છે, તેના કિનારે એક દિવ્ય સ્થાન પર બ્રહ્માજીએ પોતે શુભ સ્તંભની સ્થાપના કરી હતી, હાલમાં બ્રહ્માજી અને બૈતરણી (જૂની ગંગા) દ્વારા સ્થાપિત શુભ સ્તંભ અને મા બિરજા, વરાહ નારાયણ, ત્રિવેણી ધાર બધા જ જાજનગ્રમાં હાજર છે. સૌ પ્રથમ, જ્યારે બ્રહ્માજીએ તે સ્થળે યજ્ઞ વિધિ કરી ત્યારે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા.

 

"જય જગન્નાથ"